હાઈ પ્રોફાઈલ દુષ્કર્મના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હરિયાણાના ગુરગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. અલ્પુ સિંધી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા છે. હવે દુષ્કર્મ કેસમાં અનેક રાજ ખુલશે.
વડોદરામાં 24 વર્ષની હરિયાણાની યુવતી પર બળાત્કાર ગુજારવાના હાઇ પ્રોફાઈલ રેપ કેસમાં ભાગેડુ આરોપી સી.એ. અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી ગુરૂવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે વડોદરા શહેરની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત વખતે જ ફરાર આરોપી અશોક જૈન પકડાઇ ગયો છે. હર્ષ સંઘવીએ આ કેસના તમામ આરોપી ઝડપાઈ ગયા હોવાની જાહેરાત કરી હતી.
આ પહેલાં બુધવારે આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જૂનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેને બળાત્કાર ગુજારાયો હતો તે સ્થળે લઈ જઈને પોલીસે રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. પહેલ વારના રિમાન્ડ પૂરા થતાં પોલીસે રાજુ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રાજુ ભટ્ટે પોતાના યુવતી સાથે શરીર સંબંધ હોવાનું સ્વીકાર્યું છે. પોલીસે રાજુ ભટ્ટની વિસ્તૃત પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. અશોક જૈનની ધરપકડ અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના વડા ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, અશોક જૈન ધોલેરામાં છૂપાઈને બેઠો હતો. ધોલેરાથી અશોક જૈન પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદમાં રહેતા ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસે અમદાવાદમાં ભત્રીજાની કડક પૂછપરછ કરતાં તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો.આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમે રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા અને અશોક જૈનની શોધખોળ કરી રહી હતી. હવે તે ઝડપાઈ જતાં પોલીસને રાહત થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500