Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બૉડી બિલ્ડીંગ ક્ષેત્રે અંકલેશ્વર ની નેહા પૂજારની ઊંચી ઉડાન,ગોવા ખાતે કોમ્પિટિશનમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

  • December 15, 2022 

બોડી બિલ્ડીંગ ક્ષેત્રે અંકલેશ્વરની નેહા પુજારાની ઊંચી ઉડાન,ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ટેલેન્ટેડ યુવક,યુવતી સતત પોતાની મહેનત અને લગન સાથે જે તે ક્ષેત્રોમાં અવારનવાર સારું એવું પરફોર્મન્સ આપી રહ્યા છે,ક્રિકેટ ક્ષેત્ર થી લઇ મૉડલિંગ અને બોડી બિલ્ડીંગ ક્ષેત્ર માં પણ ભરૂચ જિલ્લાના યુવા ઓએ સારી એવી પકડ જમાવી જિલ્લાનું નામ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગુંજતું કર્યું છે,તેવામાં ભરૂચ જિલ્લા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે,જે બાદ જિલ્લાનું ગૌરવ પણ વધ્યું છે,



અંકલેશ્વરના પૂજારા પરિવાર ની પુત્રવધૂ નેહા સ્મિથ પૂજારા એ આઇ.સી.એન દ્વારા ગોવા ખાતે આયોજિત નેશનલ લેવલ બોડી બિલ્ડિંગ ફિટનેસ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો,અનેક કોમ્પિટિટર વચ્ચે યોજાયેલ આ સ્પર્ધામાં નેહા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ને ગોલ્ડ મેડલ જીતી ને અંકલેશ્વર અને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.નેહા પુજારા એ ગોલ્ડ મેડલ હાસિલ કરતા પરિવાર જનોમાં પણ આનંદ ની લાગણી છવાઇ છે,ત્યારે હવે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ યુવતીઓ પોતાની આગવી ઓળખ બનાવી ફિટનેસ અંગે અન્ય યુવતીઓ માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહી છે,જેને લઇ નેહા ને ચો તરફ થી શુભેચ્છાઓ મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News