પૂર્વોત્તર રાજ્ય આસામમાં મુશળધાર વરસાદ અને પૂરનાં કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પૂરનાં કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસામ રાજ્યનાં 10 જિલ્લામાં લગભગ 31 હજાર લોકો જળમગ્ન વિસ્તારમાં રહેવા મજબુર બન્યા છે. પૂરનાં કારણે આજે પણ સ્થિતિ ગંભીર છે અને વહિવટીતંત્ર પણ રાહત અને બચાવ કાર્યમાં પૂરજોશમાં લાગી ગયું છે. ભારતીય હવામાન વિભાગે, આસામમાં રેડ એલર્ટ જારી કર્યું છે અને આગામી 5 દિવસ સુધી રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
પૂરનાં પ્રકોપનો સામનો કરી રહેલા 15 જિલ્લાઓમાં લગભગ 80 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ગુવાહાટીમાં આવેલા IMDનાં પ્રાદેશિક હવામાન કેન્દ્રએ ‘વિશેષ હવામાન બુલેટીન’માં સોમવારથી 24 કલાક માટેનું રેડ એલર્ટ જારી કર્યું છે, ત્યારબાદ આગામી 2 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ અને ગુરુવાર માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રેડ એલર્ટમાં તુરંત કાર્યવાહીની જરૂર પડે છે. જ્યારે ઓરેન્જ એલર્ટ દરમિયાન કાર્યવાહી માટે તૈયાર રહેવા અને યલ્લો એલર્ટ એટલે સ્થિતિ પર નજર રાખવા માટે હોય છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં પૂર રિપોર્ટ મુજબ ચિરાંગ, દર્રાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રૂગઢ, કોકરાઝાર, લખીમપુર, નલબાડી, સોનિતપુર અને ઉદલગુડી જિલ્લામાં પૂરનાં કારણે 30700થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સૌથી દયનીય સ્થિતિ લખીમપુરની છે. અહીં 22 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યનું વહિવટીતંત્ર હાલ 7 જિલ્લામાં 25 રાહત વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યું છે.
જોકે હજુ સુધી કોઈ રાહત શિબિર શરૂ કરાઈ નથી. ASDMAએ કહ્યું કે, હાલ રાજ્યમાં 444 ગામો જળમગ્ન છે અને 4,741.23 હેક્ટર જમીનમાં ફેલાયેલો પાક નષ્ટ થઈ ગયો છે, તો ઘણા જિલ્લાઓમાં મોટાપાયે માટીનું ધોવાણ થયું છે. દીમા હસાઓ, ભારે વરસાદના કારણે કામરૂપ મહાનગર અને કરીમગંજમાં કેટલાક સ્થળોએ ભુસ્ખલનની ઘટના સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025