ગિરિમથક સાપુતારા સહિત વધઈ-આહવા તાલુકામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાયા બાદ ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને પગલે પાણી પાણી થઈ જવા પામ્યું હતું. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલી બાદ વરસાદ ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે આ પડી રહેલ વરસાદ ના પગલે ગિરિમથક સાપુતારામાં વાદળની ચાદર પથરાય જતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. જયારે ખુશનુમા માહોલ બાદ સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી અને જિલ્લા ભરમાં ક્યાંક ઝરમર તો ક્યાંક કોરું રહ્યું હતું.
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા સહિત ગ્રામીણ વિસ્તારો વન વિસ્તારોમાં ભારે પવન સાથે, કાળા વાદળો, વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાંઆ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા આવી ગયા છે. ગિરિમથક સાપુતારા સહિત તળેટીનાં વિસ્તાર શામગહાન, જાખાના, ગલકુંડમાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યના દક્ષિણ છેડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.
વરસતા વરસાદને કારણે ડાંગના ખેડુતો દ્વારા કરાયેલા શિયાળુ-ઉનાળુ પાકો તથા કેરીનાં ઝમરી એટલે કેરી પાક ને વરસતા વરસાદને કારણે મોટા નુકશાન થવાની ભીતી છવાઈ રહી છે સાપુતારા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતાં વાતાવરણ અલ્હાદક બન્યું હતું. જે પ્રવાસીઓ માટે આનંદદાયક હતું. પરંતુ ધરતી પુત્રો માટે ચિંતાના વાદળો સમાન હતું જેથી ખેડુતો ચિંતાતુર બન્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500