મધ્યપ્રદેશનાં ઉજ્જૈન જિલ્લામાં આવેલી ભારે આંધીના લીધે મહાકાલ કોરિડોરમાં સપ્તર્ષિની સાત મૂર્તિઓમાંથી છ ઉખડી ગઈ અને બે ખંડિત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મહાકાલ કોરિડોરનું ઉદઘાટન કર્યુ હતુ. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માલવા વિસ્તારમાં આવેલી ભારે આંધીની વિગતો મેળવી છે. તેમણે રાહત કાર્ય હાથ ધરવા અને કોરિડોરના નુકસાનની સમીક્ષા કરવા કહ્યું છે. મુખ્યમંત્રીનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, માલવાના ઉજ્જૈન ક્ષેત્રની આસપાસનાં વિસ્તારોમાં આવેલી ભારે આંધીના લીધે પ્રાકૃતિક મુશ્કેલી સર્જાઈ હતી. તેમના કમનસીબે બેના મોત થયા હતા. લગભગ 50 વૃક્ષ અને કેટલાય વીજળીના થાંભલા ઉખડી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહાકાલ લોકમાં 155 મૂર્તિઓ છે. તેમાથી છ ખંડિત થઈ છે. તે બધી ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા નવેસરથી સ્થાપવામાં આવશે. આ મૂર્તિઓને તૂટયા પછી વિપક્ષ કોંગ્રેસે મંદિરના કોરિડોરના નિર્માણમાં મોટાપાયા પર અનિયમિતતા આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો અને ખરાબ કામ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી. તેના અંગે ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ કરી રહ્યુ છે અને કોઈપણ પ્રકારની વિગતો આપ્યા વગર ભ્રમ ફેલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application