Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીનાં પાકમાં ભારે નુકશાન

  • March 16, 2023 

હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને પગલે વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટર જમીનમાં આંબાનાં પાક ઉપર નભતા ખેડૂતોની હાલત કફોલિ બની છે. વલસાડ જિલ્લાના ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના અધિકારીઓ પાસે સર્વે કરાવી કેરીના પાકમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા અને ખેડૂતોના કપરા સમયમાં મદદરૂપ થવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય કૃષિ મંત્રીને વલસાડ, કપરાડા અને ધરમપુરનાં ધારાસભ્ય દ્વારા સહાય ચૂકવવાની રજૂઆત કરશે. હવામાન વિભાગમાં અચાનક પલટો આવતા રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.






જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બાગાયતી પાક કેરીને સૌથી વધુ નુકસાની પહોંચી છે. વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબા વાડી તૈયાર કરી છે. કેરીના પાક ઉપર નભતા ખેડૂતોને કેરીની સિઝન ચાલુ થાય તે પૂર્વે જ બદલાતા હવામાન અને કમોસમી વરસાદને લઈને પાકમાં ભારે નુકસાની પહોંચી છે. જેનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા અને ધરમપુરના ધારાસભ્યો ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application