ઉત્તરભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. અમદાવવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં ગત રાત્રિએ સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ઠંડીનું તાપમાન ભલે વધારે નોંધાયું હોય પણ સૂસવાટાભર્યા પવનથી શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા.
આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો કેવો રહેશે તેને લઈને મતમતાંતર છે. હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી જતાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સોમવારથી લઘુતમ તાપમાન 13 ડિગ્રી સુધી જઈ શકે છે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, ભુજ, રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application