Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ચૂંટણી પરિણામ : ભાજપમાં ચારેતરફ ઉજવણીની શરૂઆત થઈ, દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી

  • December 08, 2022 

ભાજપનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે. ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહનો 149 સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી, ભાજપે આજે 149 થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે.




ત્યારે ભાજપમાં ચારેતરફ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. કમલમમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, તો ફટાકડા ફોડીને ઉમેદવારો જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યાં છે. કમલમમાં ઢોલનગારાના તાલે ઉજવણી શરૂ થઈ ગઈ છે. તો ભાજપની જીતના ગરબા લેવાઈ રહ્યાં છે. તો આ સાથે દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી રહ્યાં છે. સી.આર પાટીલ 12.30 વાગ્યે કમલમ પહોંચશે. જેને પગલે દિલ્હી ભાજપ કાર્યાલયમાં 6.30 વાગ્યે PM મોદી પહોંચવાની જાહેરાત કરવામાં આવી છે.



અત્યાર સુધીનું પરિણામનું ટ્રેન્ડ બતાવે છે કે, ભાજપ 147 બેઠક, કોંગ્રેસ 23 બેઠકો તો આમ આદમી પાર્ટી 8 બેઠકો પર લીડ મેળવી રહી છે. આ સાથે જ જ્યાં જ્યાં ભાજપ લીડ કરી રહ્યું છે ત્યાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ ફટાકડા લાવીને ફોડવાની શરૂઆત કરી દીધી છે. સુરત અને અમદાવાદમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. બંને જિલ્લાની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ હોવાનું ટ્રેન્ડ બતાવે છે. ત્યારે ઓછું મતદાનની બીક હતી, તેમાં પણ ભાજપને ફાયદો થયો છે. સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.




ભાજપની જીત વિશે ભાજપના નેતાએ કહ્યું કે, ગુજરાતની જનતાએ બતાવી દીધું કે, અમને તુષ્ટીકરણ અને મફતમાં રસ નથી, અમને માત્ર વિકાસ અને ભાજપમાં રસ છે. આ ભાજપના ભરોસાની જીત છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અમે જઈ રહ્યાં છે. અમને પ્રધાનમંત્રી મોદી પર ભરોસો છે.



દિલ્હીમાં સાંજે ભવ્ય ઉજવણી થશે

ગુજરાતની ભવ્ય જીત જોતા દિલ્હીમાં તેના ફટાકડા ફોડવાની તૈયારી થઈ રહી છે. આજે સાંજે દિલ્હી ભાજપ પર ભવ્ય ઉજવણી થશે. સાંજે 6.30 કલાકે ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી થશે અને પ્રધાનમંત્રી કાર્યાલય પર પહોંચશે તેવી માહિતી આપવામા આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application