જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના અને 31 ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ભયાનક દુર્ઘટના બડગામ જિલ્લાના બ્રેલ વાટરહેલ વિસ્તારમાં બની છે. મીડિયા અહેવાલો મુજબ, બીએસએફ જવાનો ચૂંટણીની ડ્યૂટી માટે બસમાં જઈ રહ્યા હતા, ત્યારે બ્રેલ વાટરહેલ વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી છે.
એક અધિકારીએ ઘટના અંગે કહ્યું કે, આ દુર્ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 35 જવાનો સવાર હતા. હાલ ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે. ભયાનક દુર્ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ સાથે સ્થળ પર પૂરજોશમાં બચાવની કામગીરી પણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, ખીણમાં ખાબક્યા બાદ બસ સંપૂર્ણ નાશ પામી છે. આ પહેલા પણ મંગળવારે રાજૌરમાં એક અકસ્માત થયો હતો, જેમાં સેનાનું એક વાહન રોડ પરથી લપસીને ખાડામાં ખાબક્યું હતું, જેમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારેય કમાન્ડર હતા અને સ્થાનિક ગ્રામજનોએ તેમને બચાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500