ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળ જાહેર થયુ છે. નો રિપીટ થિયરી લાવીને ભાજપે એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતાર્યા છે. હાલ મંત્રીમંડળમાં દરેક જ્ઞાતિઓની માંગણી સંતોષાઈ છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 6 પાટીદાર મંત્રી, 8 OBC મંત્રીઓનો સમાવેશ કરાયો છે. તો SC/STના 5 મંત્રીઓ અને 3 સવર્ણ મંત્રીઓને સામેલ કરાયા છે. આમ, નવા મંત્રી મંડળમાં જ્ઞાતિનું બેલેન્સ સારી રીતે જાળવી રાખવામાં આવ્યુ છે તેવુ કહી શકાય. રાજેન્દ્ર ત્રિવેદી સાથે કુલ 23 મંત્રીના નામની અત્યાર સુધી જાહેરાત થઈ ગઈ છે.
પાટીદાર મંત્રી - 7 (મુખ્યમંત્રી સહિત)
બ્રાહ્મણ - 2
ક્ષત્રિય -2
ઓબીસી -6
SC ST - 6
જૈન -1
તો બીજી તરફ, હાલ જે ધારાસભ્યોને ફોન આવ્યા છે તેમનું જ્ઞાતિ આધારિત વિશ્લેષણ આ પ્રમાણે કરી શકાય.
ઋષીકેશ પટેલ (વિસનગર) પટેલ
ગજેન્દ્ર પરમાર (પ્રાતિંજ) ઓબીસી
કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ) ક્ષત્રિય
નરેશ પટેલ (ગણદેવી) ST એસટી
કનુ દેસાઈ (પારડી) બ્રાહ્મણ
જીતુ ચૌધરી (કપરાડા) ST
હર્ષ સંઘવી (મજુરા) જૈન
મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ
વીનુ મોરડીયા (કતારગામ) પટેલ
અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ
રાઘવજી પટેલ (પટેલ) જામનગર
બ્રિજેશ મેરજા (પટેલ) મોરબી
દેવા માલમ (કેશોદ) કોળી
કિરીટસિંહ રાણા (લિંબડી) ક્ષત્રિય
આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી
જીતુ વાઘાણી (ભાવનગર વેસ્ટ) પટેલ
જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી
નિમિષા સુથાર (મોરવા હડફ) ST
પ્રદીપ પરમાર (અસારવા) એસ.સી
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી
કુબેર ડિંડોર (સંતરામપુર) ST
મનીષા વકીલ (વડોદરા) SC
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ મંત્રી પદ આપવાનો વાયદો ભાજપે નિભાવ્યો છે. જેમાંથી જીતુ ચૌધરી, રાઘવજી પટેલ અને બ્રિજેશ મિર્ઝાને મંત્રીપદ આપ્યુ છે. જેઓ કોંગ્રેસમાંથી આવ્યા પછી મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. પક્ષ પલટો કરનારને ભાજપે વાયદો પૂર્ણ કર્યો છે. ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
રાઘવજી પટેલ 2017 રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી 2020 રાજ્યસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર સાથે પાર્ટીએ વચન નિભાવ્યું છે. જે તે સમયે મંત્રી બનાવવાનું વચન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application