Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ

  • December 16, 2021 

સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયનાં તા.૨૯/૦૪/૨૦૨૧ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં કલેક્ટર એચ.કે.વઢવાણિયા દ્વારા કોવિડ સંદર્ભે માર્ગદર્શિકા તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. માર્ગદર્શિકા મુજબ તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટ, અઠવાડિક ગુજરી /બજાર /હાટ તેમજ વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. જીમ ૭૫ ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે SOPને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસ.ઓ.પીને આધિન ખોલી શકાશે. પરંતુ બંધ સ્થળોએ ૫૦ ટકાની ક્ષમતામાં ચાલુ રહેશે.ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઈઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે. વાંચનાલયો ૭૫ ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૧૦૦ ટકા પેસેન્જરની ક્ષમતા સાથે જયારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ ૧૦૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો, મહત્તમ ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.  સ્પા સેન્ટરો સવારે ૦૯ થી રાત્રી ૦૯ વાગ્યા સુધી નિયત કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.ઉપરોકત તમામ બાબતોમાં જણાવેલ વ્યક્તિઓ, માલિકો,સંચાલકો,કર્મચારીઓ તથા અન્ય તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત લેવાનો રહેશે. જે વ્યક્તિઓ  RTPCR પોઝિટીવ આવ્યા હોય તેવા કિસ્સામાં આર.ટી.પી.સી.આર પોઝિટીવ આવ્યાના ૧૪ દિવસ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુરંત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. આ જાહેરનામું તા.૨૦/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application