મહારષ્ટ્ર સરકાર પાસે ઉપલબ્ધ માઈનિંગ ડાટા મુજબ સિંધુદુર્ગ જિલ્લામાં બાગવાડી અને ઘાનપેવાડી વિસ્તારોમં સોનાના ભંડાર મળી આવ્યા છે. વધુ આવક કરવા રાજ્ય સરકાર આ ખાણોમાં ખનન કરવા માટે ખાનગી ક્ષેત્રને આકર્ષવા માટે આતુર છે જે તેને વિકાસ કાર્યોમાં ઉપયોગી થઈ શકે. કોમશયલ કોલસાની ખાણોની હરાજી પર યોજાયેલા રોકાણ કારોના કોન્ક્લેવમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુષ્ટિ કરી કે મહારાષ્ટ્રનાં 11 કોલસા ક્ષેત્રો હરાજી માટે ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, ખાસ કરીને રાજ્યમાં નવી સરકારની રચના પછી અને કોલસા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા માઈનિંગ બ્લોક્સની હરાજીમાં રોકાણકારોને ભાગ લેવા માટે આહ્વાન કરવું એક સારો સંકેત છે. રાજ્યના ખાણકામ મંત્રી દાદાજી ભુરેને અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરીને મહારાષ્ટ્રમાં ખાણકામની પ્રવૃત્તિને વેગ આપવા માટે વધુ સક્રિય પગલાં લેવા જણાવ્યું છે. તેના માટે કેન્દ્રની મદદ પણ માંગી છે.
રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ સાથે બેસીને તેના માટે રોડ મેપ તૈયાર કરશે. શિંદેની જાહેરાત મહત્વની છે કારણ કે, નેશનલ મિનરલ ઇન્વેન્ટરી ડેટા મુજબ દેશમાં સોનાના (પ્રાથમિક)ની કુલ અનામત/સંસાધનો 1/4/2015ના રોજ 501.83 મિલિયન ટન હોવાનો અંદાજ છે. તેમાંથી 17.22 મિલિયન ટન અનામત કેટેગરી હેઠળ અને બાકીના 484.61 મિલિયન ટનને બાકીના સંસાધન શ્રેણી હેઠળ મૂકવામાં આવ્યા હતા. ભારતમાં, સોના(પ્રાથમિક)ના સૌથી મોટા સંસાધનો બિહાર 4 ટકામાં સ્થિત છે જેના પછી રાજસ્થાન 25 ટકા, કર્ણાટક 21 ટકા, પશ્ચિમ બંગાળ 3 ટકા, આંધ્રપ્રદેશ 3 ટકા, ઝારખંડ 2 ટકાનો ક્રમ છે. બાકીનાં 2 ટકા સ્રોત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને તામિલ નાડુમાં છે. સોના સહિત કોઈપણ ખનિજનાં ખનનનો ખર્ચ દરકે ખાણમાં અલગ આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે વિદર્ભ પ્રદેશ અને કોંકણ પ્રદેશમાં ખનનકામને સઘન, રોકાણકારોને અનુકૂળ હબ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ચોક્કસપણે આ પ્રદેશોમાં ખનિજ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે. નાગપુર, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી, સિંધુદુર્ગ, રાયગઢ, કોલ્હાપુર જેવા વિવિધ જિલ્લાઓમાં ખનિજ ભંડારો હોવાની સંભાવના છે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા સંશોધન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાણકામની પ્રવૃત્તિને વ્યવહારુ અને ઉત્પાદક બનાવવા માટે, રાજ્ય સરકારે સંયુક્ત ખાણકામ લાયસન્સની વિસ્તાર મર્યાદા 25 થી વધારીને 100 ચોરસ કિલોમીટર કરવાની દરખાસ્ત પહેલેથી જ શરૂ કરી છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને એમઈસીએલ (અગાઉ મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ) એ લગભગ 36 બ્લોકની શોધ કરી છે જે હરાજી માટે મૂકવામાં આવશે. વધુમાં, શિંદેએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત ગઢચિરોલીમાં કોલસો, પાણી અને કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાને કારણે દેશના મોટા સ્ટીલ પ્લાન્ટને વિકસાવવાની ક્ષમતા સાથે આયર્ન ઓરનો ભંડાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500