સુરત જિલ્લનાં મહુવા તાલુકાનાં વાંસકુઈ ખાતે ગુજરાતભરમાં જાણીતો ગોળીગઢ બાપુનો મેળો દર વર્ષે હોળીનાં આગલા રવિવારે ભરાય છે તે જ પ્રમાણે આ વર્ષે આ મેળો તારીખ 17મીએ એટલે રવિવારે ભરાયો હતો. જયારે આ મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ખાસ કરીને મુંબઈથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાધા અને માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ શ્રીફળ, માટી અને રૂપાની ગોળી ચઢાવી પોતાની બાધા અને માનતા પૂર્ણ કરી હતી.
આમ, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ મેળામાં ઉમટી પડી હતી. મહુવા તાલુકાનાં વાંસકુઈ ખાતે ભરાતા ગોળગઢ બાપુના આ મેળા પાછળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થા છુપાયેલી હોય છે વર્ષોથી ભરાતા મેળામાં લોકો દૂર-દૂરથી ઉમટી પડે છે ગોળગઢ બાપુ માટે શ્રદ્ધાળુઓ બાધા રાખે છે અને એની બાધા રાખવા સારું અને બાધા અને માનતા ઉતારવા સારું આ મેળામાં ગોળગઢ બાપુના મંદિરે આવે છે જે લોકોને જુના રોગો હોય, શરીરના ભાગો ઉપર ગોળી વધતી હોય કે પછી ડોક્ટર પાસે જઈને થાક્યા હોય એવી વ્યક્તિ ગોળગઢ બાપુની બાધા રાખે છે બાધામાં શ્રીફળ, માટી અને રૂપાની ગોળી ચડાવે છે વાસ્તવિક ગામમાં ગોળગઢ બાપુનું એક મંદિર અસ્તિત્વ વર્ષોથી છે જયારે રવિવારે ભરાયેલા આ ગોળીગઢ મેળામાં શ્રદ્ધાળુએ આનંદ પ્રમોદ માટે ચગડોળ, મોતનો કુવો, ઠંડા પીણાના સ્ટોલ નાસ્તા ફરકળાદી જાદુ-હાથ કરવા માટે અનેક નાની મોટી દુકાનોનો મેળો જામ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500