Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીવલી નેશનલ પાર્કમાં ગીરનાં સિંહની જોડી છૂટ્ટી મૂકવામાં આવી

  • December 07, 2022 

ગુજરાતનાં ગીરમાંથી મુંબઇ લાવવામાં આવેલી સિંહની જોડીને આજે બોરીવલી નેશનલ પાર્કમાં છૂટ્ટી મૂકવામાં આવી હતી. વનમંત્રી સુધીર મુનગંટીવારનાં હસ્તે નર-માદા સિંહની જોડીનું વનાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા જ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ માંથી સિંહની જોડીને મુંબઇ લાવવામાં આવી હતી. સિંહ-સિંહણની ઉંમર બે વર્ષની છે. નેશનલ પાર્કનાં જંગલનાં વાતાવરણ સાથે એકરૂપ થઇ શકે એ માટે તેમને થોડા દિવસ માટે બંધનમુક્ત કરવામાં નહોતા આવ્યા. હવે તેમને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે એટલે ફરીથી પર્યટકો લાયન સફારીનો આનંદ માણી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application