દિલ્હી સરહદ ને અડીને આવેલ ગાઝીયાબાદમાં સર્જાયેલી એક મોટી હોનારતમાં સ્મશાન ગૃહની છત તુટી પડતા 12 લોકોના મોત નિપજ્યા હોવના અહેવાલ છે અને બીજા કેટલાક લોકો હજી કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગાઝીયાબાદના મુરાદનગર વિસ્તારમાં આવેલા ફળના એક વેપારીનું મોત થયુ હતુ.તેના અંતિમ સંસ્કાર માટે ઘરના સભ્યો અને પરિવારજનો આ સ્મશાનમાં પહોંચ્યા હતા.બીજી તરફ આજે સવારથી વરસાદ પડી રહ્યો હોવાના કારણે લોકો સ્મશાનગૃહના એક હિસ્સામાં ભેગા થયા હતા.તેની ઉપરની છત અચાનક જ પડી હતી અને સેંકડો લોકો જોત જોતામાં કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ કાફલો અને એનડીઆરએફના જવાનો સ્થળ પર દોડી ગયા હતા.જે તસવીરો સામે આવી રહી છે તે જોતા લાગે છે કે, છત મોટી હતી અને તેના કારણે કાટમાળ હટાવવા માટે ક્રેન પણ બોલાવવી પડી હતી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500