Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જર્મનીનાં ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે UPIને ભારતની સફળતા ગણાવી

  • August 21, 2023 

ભારતનાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIનો ઉપયોગ વિશ્વનાં તમામ દેશોમાં થઈ રહ્યો છે. ભારત સરકાર પણ UPIને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે. ભારતનો UPI પસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે. G-20 સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે તેને ભારતની સફળતા ગણાવી છે. જર્મનીના યુનિયન ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે UPIનો ઉપયોગ કરીને પેમેન્ટની સરળતાનો અનુભવ કર્યો અને તેઓ તેના ફેન બની ગયા હતા. વોલ્કર વિસિંગે તારીખ 19 ઓગસ્ટે બેંગલુરુમાં G-20 ડિજિટલ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી અને ગતરોજ બેંગલુરૂની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા.



અહીં તેમણે શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા અને તેના માટે UPI દ્વારા ચૂકવણી કરી હતી. જર્મનીના મંત્રીનો શાકભાજી ખરીદતો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં જર્મન એમ્બેસી દ્વારા X (ટ્વિટર) પર ટ્વીટ દ્વારા UPIની લોકપ્રિયતા અને ઉપયોગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દૂતાવાસના ટ્વીટમાં ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું હતું કે UPI દેશની સફળતાની ગાથાઓમાંની એક છે. જર્મનીનાં ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વાઈસિંગ UPIનો ઉપયોગ કરીને તેનાથી ખુબ પ્રભાવિત થયા હતા. તેઓએ કહ્યું કે તે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે અને હું એ વાતથી આશ્ચર્યચકિત હતો કે ટ્રાન્ઝેક્શન કેટલી ઝડપથી પૂર્ણ થયો. તેમણે UPIની સુરક્ષા વિશેષતાઓની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ જ સુરક્ષિત છે અને મને વિશ્વાસ છે કે મારા પૈસા સુરક્ષિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application