સૌરાષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતા અને મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમને ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ પણે ખાલી કરવામાં આવશે જે ડેમ ખાલી કરવા માટે સૈદ્ધાંતિક મંજુરી માંગવામાં આવી છે
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના સૌની યોજનાના મધર ડેમ તરીકે જાણીતા મચ્છુ-૨ ડેમના ગેટ બદલવાના હોવાના કારણે ડેમ ખાલી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે જે અંગે માહિતી આપતા સિંચાઈ વિભાગના વિજય ભોરણીયાએ જણાવ્યું છે કે મચ્છુ ૨ ડેમના ૫ દરવાજા બદલવાના હોવાથી મોરબી સિંચાઈ વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરી માંગવામાં આવી છે જે મંજુરી મળ્યા બાદ ડેમ ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-૨ ડેમમાં જુના ૧૮ અને નવા ૨૦ મળીને કુલ ૩૮ દરવાજા છે. જે પૈકી ૫ ગેટ બદલવાની જરૂરત હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં ૫૦% જળ સંગ્રહ રહેલ છે. અને ૧૫ એપ્રિલ બાદ ડેમ ખાલી કરવામાં આવે તેવી વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500