પૂર્વીય ડાંગના સરહદી વિસ્તારમા આવેલા ગારખડી, પીપલદહાડ, અને શેપુઆમ્બા ગામે ગુજરાતના વિસ વર્ષના વિકાસની ગાથા લઈને પહોંચેલી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'નું ગ્રામીણજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ. મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગુજરાત રાજ્યના છેવાડાનાં ગામે પહોંચેલી આ વિકાસ યાત્રાનેશનિવારી હાટ, બજારમાં ઉમટેલા ડાંગ સહિત મહારાષ્ટ્રનાં ગ્રામજનોએ પણ અહોભાવ સાથે નિહાળી, ગુજરાતનાં વિકાસની ગતિ અને પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો.
સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓએ યાત્રા સાથે જોડાઈને, વિવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, નાણા પંચના વિવિધ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતુ. મહાનુભાવો તથા અધિકારીઓએ અહીં વૃક્ષારોપણ પણ કર્યું હતુ. વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ, યોગ નિદર્શન, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય કેમ્પ, સાહિત્ય વિતરણ, સાથે ઠેર ઠેર વિકાસ યાત્રાનુ સાંસ્કૃતિક કૃતિઓ સાથે ભવ્ય સ્વાગત સત્કાર કરાયુ હતુ.
સુબિર તાલુકામાં સફળ રીતે આગળ વધી રહેલી પીપલદહાડની 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'માં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વીજ વિભાગના નાયબ ઈજનેર, પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મયોગી, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામા ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામજનો જોડાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500