Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એક પછી એક ગેંગસ્ટર્સનો સફાયો, અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને એન્કાઉન્ટરમાં ઠાર

  • May 05, 2023 

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એક પછી એક ગેંગસ્ટર્સનો સફાયો થઈ રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને એસટીએફે ગુરુવારે મેરઠમાં એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.


ગેંગસ્ટર અનિલ દુજાના ૧૦મી એપ્રિલે જામીન પર બહાર આવ્યો હતો. તેમે જેલમાંથી છૂટતાં જ ગૌતમબુદ્ધ નગરમાં તેના વિરુદ્ધ જુબાની આપનારા લોકોને ધમકીઓ આપી હતી. એસટીએફને માહિતી મળી હતી કે તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો. આથી તેની શોધખોળ કરાઈ હતી. આ ક્રમમાં તે મેરઠમાં છુપાયો હોવાની એસટીએફને માહિતી મળી હતી. દુજાના પર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હત્યા, લૂંટ, ધાડ પાડવી અને ખંડણી ઉઘરાવવા જેવા ૬૦થી વધુ ગૂનાઈત કેસ નોંધાયેલા છે.


દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ સતત તેને શોધી રહી હતી. ગયા વર્ષે દિલ્હી પોલીસે દુજાના અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી. દુજાના ગૌતમબુદ્ધ નગરનો રહેવાસી છે. વર્ષ ૨૦૧૧માં તેની ગેંગે સાહિબાબાદમાં એક લગ્ન સમારંભમાં શૂટઆઉટ કર્યું હતું, જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. દુજાનાને કુખ્યાત માફિયા સુંદર ભાટી અને તેની ગેંગ સાથે ઘર્ષણ ચાલતું હતું. તેના કારણે અનેક હત્યાઓ થઈ છે. વર્ષ ૨૦૧૨માં દુજાના અને તેની ગેંગે સુંદર ભાટી અને તેના સાથીઓ પર એક-૪૭ રાઈફલથી હુમલો કર્યો હતો. આ બંને ગેંગ સરકારી કોન્ટ્રાક્ટ, સળિયાની ચોરી અને ટોલના કોન્ટ્રાક્ટ અંગે મોટાભાગે આમને-સામને રહેતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application