Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પટણામાં રૂપિયા 500 અને 200ની નકલી નોટ બનાવનાર ગેંગનો પર્દાફાશ થયો

  • May 24, 2023 

બિહારનાં પાટનગર પટણામાં નકલી નોટ બનાવનાર ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ગેંગમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશન (બીપીઅસેસી)માં તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ કેસ શ્રીકૃષ્ણાપુરી પોલીસ સ્ટેશનનાં આનંદપુરી વિસ્તારનો છે. અહીં રાજારામ એપાર્ટમેન્ટના એક ફલેટમાં પોલીસે લાખો રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે. નકલી નોટોની સાથે પોલીસને દારૂની પણ અનેક બોટલો મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફલેટમાં દારૂનો પણ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો. ગુપ્ત માહિતીને આધારે પોલીસે આ ફલેટમાં દરોડા પાડયા હતાં.પોલીસે નકલી નોટનો ધંધો કરનાર બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.






પોલીસે ફલેટમાંથી એક લાખ 77 હજારનાં નકલી નોટ જપ્ત કર્યા છે. તમામ નકલી નોટ 500 અને 200 રૂપિયાની છે. પોલીસે અડધી છપાયેલી નકલી નોટ, પ્રિન્ટર, કેમિકલ અને નકલી નોટોના કાગળના બંડલ પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નવાદાના રહેવાસી રત્ન યાદવ અને કટિહારના નિવાસી યાકુબ ખાન તરીકે કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ વિદ્યાર્થીઓ છે અને તે બીપીએસસીની તૈયારી કરી રહ્યાં હતાં. પોલીસને જોઇને તે ફલેટમાંથી નીચે કૂદી પડયા હતાં. જેના કારણે તે ઘાયલ થયા હતાં. પોલીસ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News