Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર કોર્પોરેશન મચ્છરોનો ઉપદ્રવ ડામવા ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે

  • August 18, 2023 

ગાંધીનગર શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુનાં દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ કેમ્પસ તથા સરગાસણમાં તો રોગચાળો ફેલાયો હોય તે રીતે કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં કોર્પોરેશન દ્વારા સર્વેક્ષણની કામગીરી તો કરવામાં આવી જ રહી છે સાથે સાથે ફોગીંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેવી સ્થિતિમાં હવે કોર્પોરેશન મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે ડ્રોનની મદદ લેશે. તળાવો કે મોટો હોજ તથા જ્યાં પહોંચી શકાય તેમ નથી તેવા સ્થળે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાશે. ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશન બાદ સૌથી વધુ ડેન્ગ્યુના કેસ ગાંધીનગરમાં છે જેને લઇને ગાંધીનગર કોર્પોરેશનને આરોગ્ય વિભાગ દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો છે એટલુ જ નહીં, રાજ્યનાં અધિકારીઓ દ્વારા પણ અહીં બેઠક કરીને એન્ટી લારવા કામગીરી કરવા માટે ટકોર કરવામાં આવી હતી.



આવી સ્થિતિ વચ્ચે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ધાર્મિક, શૈક્ષણિક, કોમર્શીયલ સંસ્થાઓથી લઇને ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવી રહ્યો છે. ખાડા-ખાબોચીયામાં ઓઇલીંગ કરાઇ રહ્યું છે. બાંધકામ સાઇટો સહિત મચ્છરો મળે તે જગ્યાએ નોટિસ-દંડનીય કાર્યવાહી કરાઇ રહી છે. ફોગીંગ મશીનો દ્વારા ધુમાડા કરાઇ રહ્યા છે. ત્યારે હવે ડ્રોનનો ઉપયોગ પણ મચ્છરોને ડામવા માટે કોર્પોરેશન કરશે. વાવોલના તળાવમાં મેયર હિતેષ મકવાણાની હાજરીમાં ડ્રોનથી દવાના છંટકાવની કામગીરીનું નિદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ તળવો, મોટા હોજ તથા જ્યાં પહોંચી શકાતું નથી તેવી જગ્યાએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને મચ્છરોનું બ્રીડીંગ અટકાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application