ગાંધીનગર શહેરમાં સરગાસણની ટીપી 9 વિસ્તારમાં વૃદ્ધાના ગળામાંથી 1.25 લાખના સોનાના દોરાની ચીલ ઝડપ કરી લેવામાં આવી હતી ત્યારબાદ ગણતરીના જ સમયમાં રાંદેસણમાં ચાલતા જઈ રહેલી મહિલાને પણ નિશાન બનાવી દોરો તોડી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ઉવારસદ ગામની સીમ સરગાસણ ટીપી-9 વિસ્તારની ફોરીઝોન-2 સોસાયટીના ગેટ આગળથી લીલાબેન પ્રજાપતિના ગળામાંથી 75 હજારની સોનાનો દોરો તૂટયો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. જેનાં ગણતરીના કલાકમાં ચેઈન સ્નેચરોએ રાંદેસણમાં પણ અન્ય એક ચેઈન સ્નેચિંગનાં ગુનાને અંજામ આપ્યાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
રાદેસણની સાર્થક સેરેનીટી સોસાયટીમાં રહેતાં રંજનબેન અને તેમના પતિ રમેશભાઈ બગડીયા સાંજના સ્વામીનારાયણ ધામ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત ઘરે ચાલતાં ચાલતાં જઈ રહ્યા હતા. તે વખતે સાડા સાત વાગ્યાના અરસામાં સ્વામીનારાયણ ધામથી હોસ્પિટલ તરફના રોડ પર સામેથી એક બાઈક ઉપર ચેઈન સ્નેચરો આવ્યા હતા. જે પૈકીના પાછળ બેઠેલ હેલ્મેટ પહેરેલ ઈસમે રંજનબેનનાં ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો. જેથી રંજનબેને દોરો પકડી લીધો હતો. જે પૈકીનો ચોથા ભાગનો દોરો તૂટીને રંજનબેનનાં હાથમાં આવી ગયો હતો. ચોરી અંગે બંને ગુનાઓ સંદર્ભે પોલીસે ગુના દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application