અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન G20 summitમાં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે. બાયડેન તારીખ 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કોન્વેન્શન સેન્ટરમાં યોજાનાર 18મી G20 સમિટમાં ભાગ લેશે. જોકે આજથી શરૂ થનાર મુલાકાતમાં બાયડેનનો ત્રણ દિવસનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત રહેશે. અમેરિકાથી પ્રસ્થાન બાદ તે આજથી થોડા સમય માટે જર્મનીના રામસ્ટીન જશે અને એ જ દિવસે નવી દિલ્હી આવશે. વ્હાઈટ હાઉસના અહેવાલ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ આજે જ વડાપ્રધાન મોદી સાથે યોજાનાર દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ દરમિયાન તેમની G20 એજન્ડા, ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણની તકો પર ચર્ચા થવાની આશા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાયડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં GE જેટ એન્જિન અને નાગરિક પરમાણુ ટેક્નોલોજી પર સાર્થક પ્રગતિ જોવા મળશે તેવી આશા છે. જયારે શનિવારે બાયડેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સત્તાવાર બેઠક કરશે. તેના પછી રાષ્ટ્રપતિ G20 સમિટના સેશન 1 એક પૃથ્વીમાં ભાગ લેશે. G20 નેતાઓના શિખર સંમેલન સેશન 2 G20નો એક પરિવારમાં ભાગ લેવાના છે. બાયડેન પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેમનો દિવસ G20 નેતાઓ સાથે ડીનર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application