તાપી જિલ્લામાં આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે,મણિપુરમાં બે આદિવાસી મહિલા પર થયેલ અમાનુષી ઘટના ને પગલે આજે જિલ્લામાં સજ્જડ બંધનું એલાન આદિવાસી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.
મણિપુર રાજ્યમાં ગત દિવસો દરમ્યાન બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી તેમની સાથે અમાનુષી વર્તન કરી બળત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારાઈ હતી, જેને લઈ તેનો વિરોધ વ્યક્ત કરીને આજે તાપી જિલ્લા આદિવાસી સંગઠન અને બિટીએસ દ્વારા સજ્જડ બંધ ની જાહેરાત કરાઈ હતી.જેને પૂરું સમર્થન જિલ્લાવાસીઓ દ્વારા સવારથી મળ્યું હતું.બીજી તરફ વેપારીઓ એ સવારથી મોટેભાગની દુકાનો બંધ રાખી હતી.
તાપી જિલ્લામાં બંધના એલાનને પગલે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો,પીઆઈ, પીએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત હોમગાર્ડસના જવાનો બંધ દરમ્યાન ખડેપગે નજરે પડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500