તાપી જીલ્લાના વડા મથક વ્યારામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર, તાપી દ્વારા 21મી ઓગસ્ટે ફ્રીડમ રન 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત જિલ્લા સેવા સદન વ્યારાથી સવારે 7 કલાકે થશે. ફ્રીડમ રનમાં 80થી વધુ યુવાનો ભાગ લેશે. દેશની 75મી આઝાદી વર્ષ પર સમગ્ર ભારતમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 13મી ઓગસ્ટથી 2જી ઓક્ટોબર સુધી દેશના 744 જીલ્લામાં ફ્રીડમ રન 2.0નું આયોજન થનાર છે. જેમાં વ્યારા ખાતે 21 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પ્રતિ જાગૃતતા લાવવાનો છે.
ઉપરાંત “ફિટનેસ કી દોજ, આધા ઘંટા રોજ'નો સંદેશ દરેક નાગરિક સુધી પહોચાડવાનો છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર તેમજ જિલ્લા પ્રશાસન તંત્ર તાપીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application