Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના ફળ-શાકભાજી-ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ હાટ બજાર કે રોડ સાઇડ વેચાણ કરતા વેચાણ કર્તાઓને વિના મૂલ્યે છત્રી વિતરણ

  • June 12, 2021 

ફળ શાકભાજીમાં થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/સેડ કવર પુરા પાડવાની યોજના રાજ્ય સરકાર હેઠળ કાર્યરત છે. રોડની સાઈડમાં ઊભા રહી ફળ- શાકભાજી કે ફુલપાકોનું વેચાણ કરતા લારીધારક/ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત કુટુંબદીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માગતા લાભાર્થીઓએ સરકારશ્રીના i-Khedut Portal ના માધ્યમથી તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

 

 

 

ઓનલાઇન નોંધણી કર્યાબાદ અરજીની પ્રિન્ટ, ગામના ખેતીના ગ્રામસેવક/ ટલાટી પાસેથી ફળ શાકભાજી/ફૂલ કે નાશવંત કુષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા  અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો સહિ/અંગુઠા કરી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે, ઉનાઇ રોડ,વ્યારા, જી-તાપી ખાતે જમા કરવા નાયબ બાગાયત નિયામક વ્યારા-તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application