તાપી જિલ્લાના જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા હેઠળ કુલ-૧૭ આયુર્વેદ દવાખાનાઓ તથા ૦૫ હોમિયોપેથિક દવાખાના દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ એપ્રિલ-૨૦૨૧થી આજદિન સુધી ઉકાળા વિતરણ-૮૧૪૧૦૫, સંશમની વટી-૯૪૪૫૫ અને આર્સેનિક આલ્બમ-૩૦-૧૮૩૪૩૩ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં આયુર્વેદ અને હોમિયોપેથિક દવાખાનાઓ ખાતે આયુષ પધ્ધતિથી સારવાર આપવામાં આવે છે તથા આયુષ પધ્ધતિ દ્વારા વિવિધ સ્થળોએ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન અવાર-નવાર કરવામાં આવે છે. જેમાં મેડિકલ સ્ટાફ ફ્રન્ટલાઈનર્સ એવા કોરોના વોરિયર્સ રાત-દિવસ જોયા વગર ખડે પગે સેવા કરી રહયા છે. આ કેમ્પોમાં આયુર્વેદમાં દર્શાવેલ જરા ચિકિત્સા-વૃધ્ધોની ચિકિત્સાઓ દ્વારા નિદાન આપી દરેક વ્યક્તિ નિરોગી રહે તે માટેની ઔષધિઓ પૂરી પાડવામાં આવે છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. ઓપીડી લેવલ પર પંચકર્મની સારવારની પણ સુવિધા ઉપલબ્ધ છે.
તજેતરમાં કોરોના સંક્રમણને નાથવા આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચારો કરવા સલાહ આપી હતી. જેના પગલે કોરોનાકાળમાં તાપી જિલ્લામાં આયુર્વેદ ઉકાળા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. વૈદ્ય ડૉ.જયશ્રીબેન પટેલના જણાવ્યાનુંસાર, “આજે જ્યારે સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસથી લાકો લોકો સંક્રમિત થયા છે. આ સંક્રમણને રોકવા આયુર્વેદિક અને હોમિઓપેથીકમા દર્શાવ્યા મુજબના ઉપચારથી રોગપ્રતિકારક શક્તિ વધારીને આ વાયરસ સામે રક્ષણ કરવું શક્ય છે. જેના માટે તાપી જિલ્લામાં વર્ષ ૨૦૧૯થી આજદિન સુધી આયુર્વેદિક અને હોમિઓપેથીક મેડિકલ ટીમ દ્વારા ઉકાળા વિતરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
જેમાં ઉકાળા વિતરણમાં ૮૧૪૧૦૫, સંશમની વટીનું વિતરણ-૯૪૪૫૫ અને આર્સેનિક આલ્બમ-૩૦-૧૮૩૪૩૩ જેટલા લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ ગત વર્ષ-૨૦૧૯થી આજ દિન સુધી ચાલુ છે જેમાં ગત વર્ષે ૧૪૯૨૪૦૭ લોકોને ઉકાળા વિતરણ, ૧૮૯૮૧૬ સંશમની વટી અને આર્સેનિક આલ્બમ-૩૦ના કુલ-૮૪૮૮૨૧ લાભાર્થીઓએ વિતરણનો લાભ લીધો છે.”
ચીખલવાવ ગામના આયુર્વેદિક મેડીકલ ઓફીસર આશિષ ખેંની જણાવે છે કે, “ઉકાળા વિતરણ દરમિયાન કોરોનાની ગાઇડલાઇનું પાલન કરવાની સાથે લોકોને રોગ પ્રતિકારાક શક્તિ વધારવાના પણ તમામ પ્રયાસ કરવામાં આવે છે. જેમાં સરકારી આયુર્વેદિક દવાખાનાની ટીમ દ્વારા ઉકાળા વિતરણના કાર્યક્રમોમાં મેડીકલ ઓફીસર અને ટીમ પાસેથી ઉકાળો બનાવતા ગામના આગેવાનોને શીખવાડવામાં આવે છે. ત્યાર બાદ ગ્રામજનો દર અઠવાડિયે બે થી ત્રણવાર મેડિકલ ટીમની નીગારાની હેઠળ લોક માટે સામુહિક ઉકાળો તૈયાર કરે છે. આ રીતે એક પછી એક જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. ઉકાળો તૈયાર થતા દરેક ઘરથી એક વ્યક્તિ આવી પરિવાર માટે ઉકાળો લઇ જાય છે જેથી વધારે ભીડ ના થાય અને સામાજિક અંતર જાળવવાના નિયમનું ચુસ્તપણે પાલન થાય.”
આ ઉપરાંત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેના યોગ ઇન્સ્ટ્રકટર દ્વારા લોકોને નિરોગી રહેવા માટે યોગ શીખવવામાં આવે છે. આંગણવાડીના કુપોષિત બાળકોને આયુર્વેદિક ઔષધિઓ આપવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળાઓ તથા આયુર્વેદિક દવાઓ – હોમિયોપેથિક દવાઓનું વિતરણ જેવા સ્વાસ્થ્યવર્ધક કામગીરી સતત જિલ્લામાં ચાલી રહી છે.
ગામના લોકોને જાગ્રુત કરવામાં વહિવટી તંત્રના સફળ નેતૃત્વ સાથે સરપંચ સહિત ગામના સ્વયં સેવકોની ટીમનો સિંહ ફાળો રહ્યો છે. ગામના આગેવાનો જાગૃત છે. લોકો તેઓની વાત સમજી વિચારીને માની રહ્યા છે. જેના પગલે તાપી જિલ્લાના ગામો કોરોનાને રોકવામાં સફળ બની રહ્યા છે.
જે ગામના આગેવાનો અને સ્વંમ સેવકો કોરોના સામેની જંગમાં જાગૃતતાના દરેક પગલા લેતા હોય, જે જિલ્લામાં અધિકારીએ સેવાયજ્ઞ કરતા હોય તેવા ગામોમા કોરોના કઇ રીતે પ્રવેશી શકે? આજના સમયમાં જયારે કોરોનાની મહામારી ગામ અને ગલી સુધી પહોચી છે ત્યારે તાપી જિલ્લો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationડોલવણનાં પદમડુંગરી ગામે આધેડે ઝેર પી આપઘાત કર્યો
November 25, 2024બોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
November 25, 2024સિહોરનાં સણોસરા ગામે બાઈક અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
November 25, 2024જામનગરમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ મચી
November 25, 2024