Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભેજાબાજે ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂપિયા ૨૧૩૧૬ ઉસેટી લીધા

  • March 21, 2025 

ભેજાબાજે રીલાયન્સ કંપનીમાંથી તમારી રૂ.૫૦ હજારની લોન મંજુર થઇ હોવાનું જણાવી વિવિધ પ્રોસિજરના ઓથા હેઠળ વ્યારાના ખોડતળાવ ગામના યુવાનના ખાતામાંથી રૂ.૨૧૩૧૬ ઉસેટી લીધા હતા. ઓનલાઈન છેતરપીંડી કરનારે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે યુવાને તા.૧૯ ના રોજ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના ખોડતળાવ ગામના બજાર ફળીયાના રહીશ હેમંતભાઇ દિનેશભાઈ ચૌધરી ગત તા.૧૭-૨-૨૫ ના રોજ મોબાઈલમાં એપ્લિકેશન ઉપર વીડીયો જોતા હતા.


તે દરમિયાન રીલાયન્સ કંપનીમાંથી ઓનલાઈન લોન માટે જાહેરાત આવતાં હેમંતભાઈના ઘરમાં પતરાં મુકવાના હોય જેઓએ જાહેરાત આવતા જ લોન માટે અરજી કરવાનું ફોર્મ ભરી આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા હતા. ત્યારબાદ તા.૨૦-૨-૨૫ ના રોજ વોટ્સએપ ઉપર તમારી રૂ.૫૦,૦૦૦ ની લોન મંજુર થયાનો લેટર આવ્યા બાદ ફોન આવેલ જેમાં રીલાયન્સ કંપનીમાંથી બોલું છે તેમ કહી લોન મંજુર થયેલ હોવાથી ફાઈલ ચાર્જ સેફટી ઇન્સ્યોરન્સ, જી.એસ.ટી. વિગેરે વિવિધ સ્કીમો હેઠળ ગુગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application