Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડમાં ભારે વરસાદનાં કારણે ચાર લોકોનાં મોત, જયારે તારીખ 26 અને 27 મે’નાં રોજ કેરળમાં ભારે વરસાદની સંભાવના

  • May 25, 2023 

દેશનાં કેટલાક રાજ્યોમાં વરસાદને પગલે ગરમીથી રાહત તો મળી છે પણ જાનમાલનું નુકસાન પણ થયું છે. વરસાદ આધારિત ઘટનાઓમાં ઉત્તરાખંડમાં ચાર લોકોનાં મોત થયા છે અને રાજસ્થાનમાં ચાર લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશયી થતાં હતાં અને અલગ અલગ ઘટનાઓમાં કુલ ચાર લોકોનાં મોત થયા છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, હરીદ્વાર જિલ્લામાં બે, પૌરી અને નૈનિતાલ જિલ્લામાં એક-એક વ્યકિતનું મોત થયું છે.






સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અજય સિંહનાં જણાવ્યા અનુસાર, હરિદ્વાર જિલ્લામાં 100 વર્ષનું જૂનું ઝાડ પડી જતાં એક બાળકનું મોત થયું છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતાં. અન્ય એક ઘટનામાં હરિયાણાનાં સોનેપતથી આવેલ શ્રદ્ધાળુનું પણ ઝાડ પડી જવાથી મોત થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દિલ્હીના સફદરગંજમાં લધુતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરનાં રામબાણ જિલ્લામાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે થોડાક સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો.






રાજસ્થાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ધોલપુર જિલ્લાના બરાઉલી ગામમાં વરસાદથી બચવા એક ઝાડની નીચે ચાર મહિલાઓ ઉભી હતી. જોકે ઝાડ પર વીજળી પડતા મહિલાઓ ઘાયલ થઇ હતી. આ દરમિયાન કર્ણાટકમાં છેલ્લા બે મહિનામાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૫૨ લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કર્ણાટક સહિત દક્ષિણ ભારતમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ 26 અને 27 મેના રોજ કેરળમાં ભારે વરસાદની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News