Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હેલીકોપ્ટર તૂટી પડતા ONGCનાં 3 કર્મચારીઓ સહીત 4નાં મોત

  • June 29, 2022 

મુંબઈનાં દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર તૂટી પડતા ONGCના ત્રણ કર્મચારીઓ સહીત ચાર વ્યક્તિઓ મૃત્યુ પામી છે. આ હેલીકોપ્ટર બે પાઈલોટ અને અન્ય સાત મુસાફરો સાથે જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.




મુંબઈના અખાત નજીક દેશના ક્રુડ ઓઈલ ઉત્પાદનમાં ૨૫ ટકા હિસ્સો ધરાવતી બોમ્બે હાઈ આવેલી છે. ONGCના કર્મચારીઓને હેલીકોપ્ટર મારફત મુંબઈથી અહી લઇ જવામાં આવે છે.




દુર્ઘટના બની ત્યારે હેલીકોપ્ટર થોડો સમય દરિયાઈ સપાટી ઉપર તરતું રહ્યું હતું એ સમયે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બધા જ મુસાફરોને બહાર ખેચી લેવામાં આવ્યા હતા. જયારે બચાવ કામગીરી ચાલુ હતી ત્યારે તેમાંથી ચાર વ્યક્તિનો બેહોશ હતી જેમને નૌસેનાના હેલીકોપ્ટર મારફત હોસ્પિટલ પહોચાડ્યા હતા જ્યાં આ બધા ને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application