Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા, બે વોન્ટેડ

  • November 04, 2023 

આણંદનાં પેટલાદના ગોલવાડ વિસ્તારમાં પેટલાદ શહેર પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા, જ્યારે બે જુગારીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, પેટલાદના ગોલવાડ વિસ્તારમાં કેટલાક ઈસમો એકત્ર થઈ પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રાત્રે ગોલવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો. ત્યારે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે કોર્ડન કરીને વિજયભાઈ ગોવિંદભાઈ રાણા, મનીષભાઈ શાંતિલાલ રાણા, નવીનભાઈ વિષ્ણુભાઈ રાણા અને વિરલ અરવિંદભાઈ રાણાને પકડી પાડયા હતા. જ્યારે અજય મહેશભાઈ રાણા અને ભાવિન યોગેશભાઈ રાણા નાસી છૂટયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્શોની અંગજડતી અને દાવ પરથી મળી રોકડા રૂપિયા કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News