ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના વિભૂતિખંડ વિસ્તારની એક હોટલના રૂમમાં વિદેશી મહિલાનું મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મંગળવારે મામલાની જાણકારી આપી. પોલીસના જણાવ્યા અનુસાર ઉઝ્બેકિસ્તાનની મહિલાનો મૃતદેહ એક હોટલના રૂમથી જપ્ત થયો અને હવે પોલીસ એ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે કે, તેમનું મોત હત્યા, આત્મહત્યા કે કોઈ અન્ય કારણથી થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઉઝબેકિસ્તાનની નાગરિક 43 વર્ષીય એગંબરડીવા જેબો 2 માર્ચે દિલ્હીના સતનામ નામના યુવક સાથે લખનૌ આવી હતી અને વિજયંતખંડ સ્થિત એક હોટલમાં રોકાયા હતાં. તારીખ 5 માર્ચે સતનામ અચાનક ગાયબ થઈ ગયો અને તે બાદ મહિલા એકલી જ હોટલમાં રહેતી હતી. હોટલ સ્ટાફે 9 માર્ચે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાનું જાણ્યું. બૂમ પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ હોટલ કર્મચારીઓએ માસ્ટર કી થી દરવાજો ખોલ્યો. આ દરમિયાન મહિલાનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં પલંગ પડેલો હતો. હોટલ તરફથી તાત્કાલિક ઈમરજન્સી હેલ્પલાઈન 112 પર ફોન કરાયો અને પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી.
મહિલાને તાત્કાલિક રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. શરૂઆતની તપાસથી એ સામે આવ્યું કે, મહિલાની સાથે સતનામ નામનો વ્યક્તિ 2 માર્ચે હોટલમાં રોકાયો હતો. તે બાદ 5 માર્ચે સતનામ જતો રહ્યો અને મહિલા એકલી જ હોટલમાં રહેતી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને મામલામાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિભૂતિખંડના ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ મામલાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને હાલ પોલીસ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500