રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં તા.૧૯-૧૨-૨૦૨૧ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે, ત્યારે જે-તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ, રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ, એકટ-૨૦૧૯ હેઠળ નોંઘાયેલ સંસ્થાનાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે તથા તેઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. જે કોઇ માલિક જોગવાઇ વિરૂધ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે એમ તાપી શ્રમ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application