વિવાદોમાં ઘેરાતી રહેલી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.વાત જાણે એમ છે કે બોલીવુડ કલાકાર ઋતિક રોશન દ્વારા કંપનીનું પ્રમોશન થઈ રહ્યું છે અને આ પ્રમોશનલ એડમાં ઋતિક રોશન કહી રહ્યો છે કે 'ખાવાનું મન કર્યું તો ઉજ્જૈનમાં મહાકાલ પાસેથી મંગાવી લીધુ.' જેવો આ પ્રચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી તથા અખિલ ભારતીય મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ શર્માએ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે મહાકાલના નામ પર કોઈ પણ પ્રચાર કરવો ખોટું છે. કારણ કે આ કંપની નોનવેજ અને વેજ બંને આઈટમો વેચે છે. મહાકાલના નામ પર જો ફૂડ વેચવાનું કાર્ય થશે તો અમે તેના વિરુદ્ધ કોર્ટમાં પણ જઈશું અને કંપની તથા ઋતિક રોશન બંનેએ આ ચીજ અંગે માફી માંગવી જોઈએ બીજી બાજુ જિલ્લા કલેક્ટર આશીષ સિંહે કહ્યું કે આ પ્રકારનો પ્રચાર ભ્રામક છે અને મંદિરમાંથી કોઈ થાળી ડિલિવર કરવામાં આવતી નથી.
વાત જાણે એમ છે કે આ સમગ્ર મામલો ઉજ્જૈનના તે તમામ ઢાબા રેસ્ટોરા સાથે જોડાયેલો છે જેનું નામ મહાકાલના નામ પર છે. કંપની એક આર્ટિફિશિયલ બેસ્ટ એપના માધ્મથી તે તમામ ઢાબા અને રેસ્ટોરા કે જે મહાકાલના નામથી છે ત્યાંથી ફૂડ ડિલિવરીનો પ્રચાર કરી લોકોને આકર્ષિત કરવા માંગે છે. નામ મહાકાલ સાથે જોડાયેલું હોવાના કારણે મહાકાલ મંદિર અને અખિલ ભારતીય પૂજારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષે તેને લઈને આપત્તિ જતાવી છે. રેસ્ટોરા સંચાલકોએ આ મામલે કહ્યું કે તે અમારા દ્વારા બનાવવામાં આવેલી કોઈ એડ નથી. તે કંપની દ્વારા જ તૈયાર થઈ છે, એક પ્રચાર છે જે પ્રાંતીય લોકેશન પ્રમાણે લોકોને કોઈ પણ વીડિયો જોતા પહેલા કે વચ્ચે જોવા મળે છે. આ પ્રકારના વીડિયો દરેક જિલ્લામાં અને દરેક ક્ષેત્રમાં તેમના લોકેશન પર આધારિત છે.
પૂજારીનું કહેવું છે કે તેમને કેટલાક ભક્તોએ આ પ્રચાર વિશે કહ્યું. ત્યારબાદ તેમણે પોતે પણ તે જોયું જે નિંદનીય છે અને પ્રચાર ભ્રામક છે. મહાકાલ મંદિરથી કોઈ પણ પ્રકારની થાળી ઉજ્જૈનની બહાર તો દૂરની વાત છે, ઉજ્જૈનમાં પણ કોઈના ઘર સુધી જતી નથી. અમારા આ મંદિરમાં પોતાનું અન્ન ક્ષેત્ર છે જ્યાં દુનિયાનો કોઈ પણ ભક્ત રસીદ કપાવીને ભોજન કરી શકે છે. આવી જાહેરાત બહાર પાડતા પહેલા કંપનીએ વિચારવું જોઈએ કારણ કે કંપની બંને પ્રકારના ભોજન ઉપલબ્ધ કરાવતી હશે. શાકાહારી અને માંસાહારી અને બાબા મહાકાલ સંલગ્ન નામ સામે લાવવું ખોટું છે. હિન્દુ સમાજે આગળ આવીને વિરોધ કરવો જોઈએ.કંપની અને ઋતિક રોશને માફી માંગવી જોઈએ.નહીં અમે આ મુદ્દાને લઈને કોર્ટમાં જવા માટે તૈયાર છીએ. હિન્દુ સમાજ સાંભળનારો સમાજ છે,ક્યારેય આંગળ ઉઠતી નથી, આજે જો કોઈ બીજા સમાજ માટે હોત તો કંપનીમાં કદાચ અત્યાર સુધીમાં તો તાળું લાગી ગયું હોત..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500