ઘણા સમયથી મોટી મોટી કંપનીઓમાં નાના-મોટા પાયે છટણીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વધુ એક કંપની પોતાના કર્મચારીઓને છુટા કરવાની છે તેવા સમાચાર પ્રાપ્તે થઇ રહ્યાં છે. ફુડ ડિલિવરી કંપની Swiggy પણ એમેઝોન, ગોલ્ડમેન, માઈક્રોસોફ્ટ સહિતની કંપનીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જે કંપની પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. ફૂડ ડિલિવરી કંપની Swiggyએ તેના કુલ કર્મચારીઓમાંથી લગભગ 380 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના IPO ઓફર કરતા પહેલા ખર્ચમાં ઘટાડો કરીને પ્રોફિટેબલર બનવાનો પ્રયાસ કરી રહી છે.
કંપનીએ ફંડિંગમાં સતત અછતને કારણે આ મોટો નિર્ણય લીધો છે. આ અંગે Swiggyનાં CEO હર્ષ મેજેટીએ કહ્યું કે, કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લેવો અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. શુક્રવારે હર્ષ મેજેતીએ તેમના તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે, અમે અમારા લગભગ 380 ટેલેન્ટેડ સ્વિગસ્ટર્સને અલવિદા કહી રહ્યાં છીએ. તમામ વિકલ્પોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. આ નિર્ણયને કારણે તમારે જે સંજોગોમાંથી પસાર થવું પડ્યું છે તેના માટે અમે અત્યંત દિલગીર છીએ. કંપનીએ કહ્યું કે, તેણે એક કર્મચારી સહાય યોજના તૈયાર કરી છે, જે આ છટણી પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને ફાઇનેંશિયલી અને ફિજિકલ મદદ પૂરી પાડશે. વધુમાં Swiggyનાં CEOએ કહ્યું કે, કંપની નવા બિઝનેસની તકોને એક્સપ્લોર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે, કંપની કેટલાક વર્તમાન નવા વર્ટિકલ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025