Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ત્રિપલ મર્ડર કેસની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં, કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું

  • December 27, 2022 

સુરતમાં અમરોલીમાં વેપારીની ટ્રિપલ મર્ડર બાદ કાર્યવાહી કરતા પોલીસે સમગ્ર સુરતમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી અનેક હથિયારો જપ્ત કર્યા છે. અનેક અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે સુરત સહિત ગુજરાતમાં ચકચારી મચી ગઈ છે. જે બાદ સુરત પોલીસે પણ વધુ સઘનતા દાખવી તમામ મોરચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.સુરતમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં સરપ્રાઈઝ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.


સુરત પોલીસ દ્વારા વિવિધ ઝોનમાં વારંવાર કોમ્બિંગ કર્યા બાદ ફરી એકવાર મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સુરત પોલીસે અમરોલી કોસાડ આવાસ, પાંડેસરા, લિંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઈડીસી, કતારગામ, વરાછા, ચોકબજાર, લાલગેટમાં કોમ્બિંગ કર્યું હતું. શહેરના જુદા જુદા ઝોન વિસ્તારમાં ખુલ્લામાં છરી જેવા ઘાતક હથિયારો સાથે ફરતા ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરી છે.



હજીરા, ડિંડોલી અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને લગભગ 5 હજાર શંકાસ્પદ લોકોની શોધ કરવામાં આવી હતી. આ કોમ્બીંગને અંજામ આપવા માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. SOG, PCB DCB પોલીસ ટીમ સહિત 2500 પોલીસકર્મીઓની ટીમ જોડાઈ હતી. આ ઉપરાંત આગામી 31મીને લઈને સુરતમાં વાહન ચેકિંગ સહિતની કામગીરી કડકાઈથી કરવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application