નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પહોચી છે ત્યારે રાજય સરકારે નુકશાનીના સર્વે તેમજ અસરગ્રસ્તોને તમામ સહાય સમયસર મળી રહે તે માટે સુરતના ચાર અને ભરૂચના એક મળી કુલ પાંચ અધિકારીઓને નવસારી જિલ્લામાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે.
મહેસુલ વિભાગના નાયબ સચિવની સહીની પ્રસિધ્ધ થયેલા હુકમ અનુસાર ભરૂચ જિલ્લાના જી.આઈ.ડી.સી.ના ખાસ જમીન સંપાદન અધિકારી ડો.વાય.એમ.શેખ, સુરત જિલ્લાના ખાસ જમીન સંપાદન અધિકારી યુનિટ-૪ના શ્રી કે.આર.પટેલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી-૧ શ્રી આર.બી.ભોગાયતા, જમીન સંપાદન યુનિટ-૨ના જી.આઈ.ડી.સી.ના શ્રી એચ.એ.પટેલ તથા પ્રાદેશિક તાલીમ કેન્દ્રના નાયબ નિયામક શ્રીમતિ કે.એસ.પટેલેને રાહત કામગીરી માટે નવસારી જિલ્લામાં તા.૧૯મી જુલાઈ સુધી ખાસ ફરજ માટે નિયુકત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application