નવસારીના કસ્બાગામ ખાટાવાડમાં આવેલ જમીનની વાડ ખસેડવા બાબતે બે પરિવારો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, સુરેશભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ.૬૫, રહે.ઢોડિયાવાડ, કાદીપોર ગામ, નવસારી) સાથે તેમના ગામમાં રહેતા મયૂરભાઈ મંગુભાઈ પટેલ અને તેમના પરિવાર સાથે જમીનની વાડ બાબતે તકરાર ચાલી આવે છે. તારીખ ૨૫મીના રોજ સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં સુરેશભાઈ પટેલની સાથે આ મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
જેમાં જગદીશભાઈ બાબુભાઈ પટેલ, તેમના પત્ની પાર્વતીબેન અને મયૂરભાઈ મંગુભાઈ પટેલ અને તેમના પત્ની અમિષાબેને ભેગા મળી જગદીશભાઈ પટેલ અને તેમના પત્ની પાર્વતીબેન પટેલ તેમજ ગૌરાંગભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી જ્યારે આ ઝઘડામાં જગદીશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં તેમને જમીન બાબતના ઝઘડામાં ગૌરાંગ સુરેશ પટેલ તેની કનિકાબેન અને ભાઈ ભદ્રેશ તથા પિતા સુરેશભાઈ પટેલે ભેગા મળી બેટ અને પથ્થરથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે નવસારી પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500