Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદને લઈને પ્રથમ વખત CM શિંદે અને બસવરાજ બોમ્મઈની મિટીંગ

  • December 13, 2022 

ગુજરાતમાં મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદને લઈને પ્રથમ વખત CM શિંદે અને બસવરાજ બોમ્મઈની મિટીંગ યોજાઈ હતી. મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદને લઈને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંને રાજ્યો સાથે બેઠક કરશે.



મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થઈ છે. વિવાદ બાદ બંને મુખ્યમંત્રીઓ પહેલીવાર મળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ગાંધીનગર તેઓ પહોંચ્યા હતા.



એરપોર્ટ લોન્જ કરી મિટીંગ

અમદાવાદથી નીકળતી વખતે એરપોર્ટની લોન્જમાં બંને નેતાઓ વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. અગાઉ, ગુજરાત પહોંચતા, કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંને રાજ્યો સાથે બેઠક કરશે.



કર્ણાટક-મહારાષ્ટ્ર વિવાદ શું છે

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદ વિવાદ 1957 માં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠન પછી શરૂ થયો હતો. તાજેતરમાં જ બંને રાજ્યો વચ્ચે સરહદને લઈને તણાવ વધી ગયો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકબીજાની બસોને નિશાન બનાવવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કન્નડ અને મરાઠી સમર્થક કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આમાં કર્ણાટક રક્ષા વેદિકે નામનું સંગઠન અને શિવસેનાના કાર્યકરો પણ સામેલ હતા. જ્યારે વિવાદ વધ્યો ત્યારે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ વાત કરી. આ સિવાય શનિવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મહારાષ્ટ્ર સાથે વધતા સરહદ વિવાદ અંગે રાજ્યના વલણ અને તથ્યો વિશે જાણ કરી છે.


ગુજરાત ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્ણાટકમાં

બસવરાજ બોમ્મઈએ પણ ગુજરાતમાં ભાજપની વિક્રમી જીત પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્ણાટકમાં પણ થશે. ગુજરાતની જીત તમામ રાજ્ય સરકારોને સંદેશ આપે છે કે જો તમે વિકાસના કામો કરો તો સત્તા તરફી લહેર આવી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News