રાજ્યમાં વિવિધ શહેરોમાં સ્માર્ટ સીટીમાં સ્વચ્છતા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સુરત શહેરમાં જાહેરમાં થુકનારા પાસે દંડ વસૂલાશે. જેમાં પહેલી વાર 100, બીજીવાર 250 રૂપિયા વસુલાશે તેવી માહિતી સુરત મનપા દ્વારા કરવામાં આવી છે.
સુરત શહેરની સુંદરતામાં વધારો કરવાના હેતુસર મનપા દ્વારા બ્રીજ, ડીવાઇડર અને ટ્રાફીક સર્કલોને અનેક કલરોથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલા લોકો બ્રીજની દિવાલ ટ્રાફીક સર્કલ પર પાન, માવાની પિચકારી મારતા હોય રંગરોગાન પાછળ કરવામાં આવતા ખર્ચનો વ્યર્થ થઇ રહ્યો છે. જેને પગલે જાહેરમાં ગંદકી ફેલાવનારા લોકોને પાઠ ભણાવવા માટે મનપા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
સુરત મનપાએ નિયત કરેલા 100 રૂપિયા દંડની ભરપાઇ 7 દિવસ દરમિયાન કરવામાં નહી આવે તો મનપા દ્વારા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બેથી વધુ વાર પકડાય તો તેની પાસેથી 5000 રૂપિયા દંડ વસૂલ કરાશે. લોકોમાં અવરનેસ લાવવાના હેતુસર મનપા દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.પ્રથમ વખત ગંદકી ફેલાતા પકડાય તો 100 રૂપિયા દંડ વસુલ કરવામાં આવશે અને ત્યારબાદ બીજી વખત પકડાય તો 250 રૂપિયા દંડ વસુલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેથી વધુ વખત પકડાશે તો તેમની પાસેથી 500 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે. ઇ મેમો મળ્યા બાદ દિન 7માં મનપાના સિવીક સેન્ટર તેમજ વેબ સાઇટ પર ઓન લાઇન દંડ ભરવાનો રહેશે અન્યથા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500