ભરૂચનાં વાલિયા તાલુકાનાં ડુંગરી ગામે જમવા બાબતે સગા પુત્રએ પિતાને માથામાં લાકડાના સપાટા મારી ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલિયા તાલુકાનાં ડુંગરી ગામના કણબીપીઠા ફલિયામાં રહેતાં બબીતાબેન અંબુભાઈ વસાવા ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ પોતાના પતિ અંબુભાઇ વસાવા અને પુત્ર ભાવેશ વસાવા સાથે રાતે નવ કલાકે જમવા બેઠા હતા.
તે દરમિયાન પુત્રએ માતાને કેમ સારું જમવાનું બનાવેલ નથી તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરતાં પિતાએ પુત્ર ભાવેશને જે બનેલ છે તે ચૂપચાપ જમી લે તેમ કહેતા જ આવશેમાં આવી ગયેલા પુત્રએ આજે તો તને મારી નાખું તેમ કહી લાકડાના પાટિયા વડે પિતાને માથાના ભાગે અને હાથમાં જીવલેણ હુમલો કરતાં તેઓ ધળી પડ્યા હતા જેઓને પત્ની અને પુત્રીએ તાત્કાલિક 108 સેવાની મદદ વડે પ્રથમ વાલિયા ત્યાં બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ત્યાથી વડોદરા અને ત્યાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અંબુભાઇ વસાવાનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી હત્યારા પુત્રને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application