Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સફેદ દુધનો કાળો કારોબાર : બનાવટી દુધની મીની ફેકટરી ઝડપાઈ, SOG પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો

  • July 28, 2022 

જામનગર એસ.ઓ.જી પોલીસને નકલી દૂધનો કારોબાર કરતા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેના પગલે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના હરીપર (મેવાસા) ગામેથી બનાવટી દુધની મીની ફેકટરી જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી છે.SOG પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.



જામનગર SOG પોલીસને બાતમી હક્તિ મળેલ કે કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે રહેતા રાજુભાઈ બટુકભાઈ ભારાઈ તથા તેનો માણસ ભલાભાઈ રમેશભાઈ મકવાણા પોતાના રહેણાક મકાનમાં માનવ જીંદગીની તંદુરસ્તી જોખમાય તે રીતે દુધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાધ્ય દુધ બનાવી એકત્રિત કરી તેનું વેચાણ કરે છે જેથી એ જગ્યાએ રેઇડ કરવા ફુડ ઇન્સપેકટર તથા તેમની ટીમને સાથે રાખી રેઈડ કરતા ત્યાંથી અખાદ્ય દુધ બનાવવા માટેનો પાવડરના મોટા બાચકા નંગ ૧૭ તથા વનસ્પતિ ઘી ના ડબા નંગ-૪ર તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૫,૩૪,૦૨૫/- નો જંગી મુદામાલ સીઝ કરી સેમ્પલો લઈ પુષ્કરણ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.



આ મામલે પોલીસે નકલી દૂધની ફેક્ટરી ચલાવતા રબારી શખ્સની ધરપકડ કરી પોલીસે ૭૬૦ લિટર નકલી દૂધ કબજે કર્યું છે. પોલીસે નકલી દૂધનો કાળો કારોબાર કરતા હરીપર મેવાસા ગામના રાજુ ભારાઇ નામના રબારી શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાજુ ભારાઈની પૂછપરછ શરૂ કરી છે અને આ નકલી દુધ તે કોને કોને સપ્લાય કરતો હતો તેમજ તેની પાસેથી દૂધ ખરીદનાર નાના સપ્લાયારો કોને કોને દૂધ વેચતા હતા તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને FSL ની પણ મદદ લેવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News