નવસારીના નસીલપોર ગામની મેઘદુત સોસાયટીમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર પંકજ બિશ્વાસને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી એસ.ઓ.જી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ છેલ્લા મહિનાઓથી લોકોના જીવન જોખમાય તે રીતે દવાખાનાની હાટડી ખોલી બેસેલા ઝોલાછાપ ડોક્ટરોને પકડવાનું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે નવસારી-બારડોલી રોડ પર આવેલ નસીલપોર ગામની મેઘદુત સોસાયટીમાં કોઈપણ જાતની ડિગ્રી વગર શાંતિ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર પંકજ પરિમલ બિશ્વાસ (ઉ.વ.૪૧., રહે.ઘર નં.૬૨૬, પ્રભાકુંજ રેસિડેન્સી, નસીલપોર ગામ, નવસારી, મૂળ રહે.બાલીયા ડાંગા, જિ.નદીયા,પશ્ચિમબંગાળ)ને ઝડપી પાડી દવાખાના માંથી ડોક્ટરી પ્રેક્ટીસ કરવામા સાધનો અને જુદી જુદી દવાઓ મળી રૂપિયા ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે નવસારી રૂરલ પોલીસે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500