અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી યુપીના પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને 28 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટ પોતાનો ચુકાદો આપશે. અતિકના ભાઈને પણ બરેલી જેલમાંથી લાવીને પ્રયાગરાજની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
અતીક અહેમદના કાફલાની પાછળ તેની બહેન ચાલી રહી છે. અતીક ઉમેશ પાલના અપહરણ કેસમાં આરોપી છે. આ મામલે કોર્ટ 28 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે. આ દરમિયાન તમામ આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે. અતીક અહેમદને પ્રયાગરાજની નૈની જેલમાં રાખવામાં આવશે. અતીક નૈની જેલમાં રાત વિતાવશે. આ પછી,તેને મંગળવારે અહીંથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અતીકને લાવનારી ટીમમાં 45 પોલીસકર્મીઓ ટૂંક સમયમાં પ્રયાગરાજ પહોંચશે
અતીક અહેમદને લઈને આવેલી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશમાં પ્રવેશી છે. આ કાફલો મધ્યપ્રદેશના શિવપુરીથી યુપીના ઝાંસીમાં પ્રવેશ્યો છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા તમામ જિલ્લાની પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. બાહુબલી અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ પહોંચાડવામાં આવી રહ્યો છે. યુપી પોલીસની ટીમ રવિવારે સાંજે અતીક સાથે સાબરમતી જેલથી નીકળી હતી. તેમને 2 મોટા વાહનો સહિત 6 વાહનોના કાફલામાં યુપીના પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા છે. અતીકને લાવનારી ટીમમાં 45 પોલીસકર્મીઓ છે. અતીકને મંગળવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ગુજરાતથી જ તેની બહેન કાફલાને ફોલો કરી રહી છે
યુપી પોલીસનો કાફલો શિવપુરી પહોંચ્યો છે. ગુજરાતના સાબરમતીથી અતીકને લાવનારી ટીમ ઝાંસી પહોંચી હતી ત્યાં કાફલાને ઝાંસીની રિઝર્વ પોલીસ લાઈનમાં થોડીવાર માટે રોકી દેવામાં આવ્યો છે. અહીંથી ફરીથી પ્રયાગરાજ મોકલવામાં આવ્યો છે. બાદમાં કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. અતીક અહેમદની બહેને ભાઈના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી છે. ગુજરાતથી જ અતીકને લાવનાર પોલીસ ટીમના કાફલાને તે ફોલો કરી રહી છે. તેણે જણાવ્યું કે તેના બીજા ભાઈ અશરફ અહેમદને પણ બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યા છે. માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને આજે સવારે બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે જેની સામે 52 જેટલા કેસ નોંધાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500