Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં વીજળીની માંગ પાવરની પીક ડિમાન્ડ 223.23 ગીગા વોટનાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી

  • June 14, 2023 

ભારતમાં વીજળીની માંગ પાવરની પીક ડિમાન્ડ તારીખ 9 જૂનનાં રોજ 223.23 ગીગા વોટનાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આ માહિતી સરકારી આંકડા પરથી મળી છે. આ આંકડા સૂચવે છે કે, વીજ વપરાશ પર કમોસમી વરસાદની અસર હવે ઘટી રહી છે. વીજ મંત્રાલયે અનુમાન લગાવ્યું હતું કે, ફક્ત એપ્રિલમાં વીજળીની માંગ સરળતાથી 229 ગીગાવોટને સ્પર્શી જશે. નિષ્ણાતો અનુસાર, કમોસમી વરસાદે માંગને અસર કરી અને ઉનાળા દરમિયાન તાપમાનમાં ઘટાડો કર્યો, પરિણામે એર કંડિશનર જેવા ઠંડકના સાધનોનો ઓછો ઉપયોગ થયો.


વીજ મંત્રાલયે તમામ આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને તારીખ 16 માર્ચ, 2023થી 15 જૂન, 2023 સુધી પાવરની માંગમાં વધારાને પહોંચી વળવા માટે સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, મંત્રાલયે સ્થાનિક કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશનોને સૂકા ઇંધણની અછતને ટાળવા માટે મિશ્રણ માટે કોલસાની આયાત કરવા જણાવ્યું હતું. સરકારી ડેટા અનુસાર, એપ્રિલમાં પીક પાવર ડિમાન્ડ 215.97 ગીગવોટ અને મે મહિનામાં 221.34 ગીગાવોટ હતી. એપ્રિલમાં પાવરની ખોટ માત્ર 170 મેગાવોટ અને મેમાં 23 મેગાવોટ હતી.


નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ ઘટાડો નજીવો છે, જે ટેકનિકલ કારણોસર હોઈ શકે છે. માર્ચમાં પાવર વપરાશમાં ઘટાડો થયો હતો જ્યારે તે એપ્રિલમાં સ્થિર રહ્યો હતો. મે મહિનામાં તેમાં ફરી ઘટાડો થયો હતો, જે કમોસમી વરસાદને કારણે હતો. વીજ વપરાશ આ વર્ષે માર્ચમાં ઘટીને 126.82 અબજ યુનિટ થયો હતો જે એક વર્ષ અગાઉના એ જ મહિનામાં 128.47 BU હતો. તે એપ્રિલ, 2023માં 132.15 BU પર લગભગ સ્થિર હતો. વીજ વપરાશ મે, 2023માં ફરી ઘટીને 134.20 અબજ યુનિટ થઈ ગયો છે જે ગયા વર્ષના મે મહિનામાં 135.15 અબજ યુનિટ હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વરસાદને કારણે જૂનમાં વીજ વપરાશનું વૃદ્ધિ સ્તર નીચું રહી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application