Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ મથકનો ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • October 08, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગુન્હામાં છેલ્લા ૬  વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સોનગઢ આરટીઓ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૮/૧૦/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ આરટીઓ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મુકેશ બાબુભાઈ કસવાલા (ઉ.વ.૪૧., હાલ રહે.૧૧૦૪ રીવર હેવન, સયમ મંદિર પાસે, કામરેજ, સુરત)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application