મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત ગ્રામ્ય જિલ્લાનાં માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિ ભંગ વિરુદ્ધનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વ્યારાનાં સ્ટેશન રોડ પાસે નવા નસ સ્ટેશનની સામે રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૦૮/૧૦/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. ધનંજાયભાઈ ઈશ્વરભાઈ તથા એલ.સી.બી.નાં પો.કો. અરૂણભાઈ જાલમસીંહ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, વ્યારાનાં સ્ટેશન રોડ પાસે નવા નસ સ્ટેશનની સામે રોડ ઉપરથી સુરત ગ્રામ્ય જિલ્લાનાં માંડવી પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિ ભંગ વિરુદ્ધનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી રણજીત બુધિયાભાઈ ચૌધરી (ઉ.વ.૪૮., રહે.પીપલવાડા, ગેટ ફળિયા, તા.માંડવી, જિ.સુરત)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500