Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં સર્જાયેલ અકસ્માતમાં બુલેટ ચાલકનું મોત નિપજ્યું

  • October 08, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ ગામનાં ઈસ્લામપુરા ટેકરા પાસેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર અજાણ્યા કાર ચાલકે બુલેટ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં બુલેટ બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, સોનગઢ ગામનાં ઈસ્લામપુરા ટેકરા પાસેથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર આવેલ સોનગઢ જવાની કટ પાસે ગત તારીખ ૨૩/૦૯/૨૦૨૪નાં રોજ એક કાર નંબર જીજે/૧૯/બીજે/૨૬૨૯નાં ચાલકે પોતાના કબ્જાની કાર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી રહ્યા હતા. તે દરમિયાન નલિનભાઈ નરેન્દ્રભાઈ ચૌધરી (રહે.કેલકુઈ ગામ, ડુંગરી ફળિયું, વ્યારા) પોતાના કબ્જાની રોયલ અનફિલ્ડ બુલેટ બાઈક નંબર જીજે/૨૬/એએફ/૮૯૮૧ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક નલિનભાઈને માથાનાં ભાગે તથા ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે તારીખ ૦૬/૧૦/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application