Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હનુમંતિયા ગામનાં કારભારી ફળિયામાંથી ટેમ્પોમાં વાછરડા મળી આવ્યા

  • October 08, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં હનુમંતિયા ગામનાં કારભારી ફળિયામાં ટીચકીયાથી ધમોડી તરફ જતા રોડ ઉપરથી ૧૦ વાછરડા અને વાછરડીઓને ટૂંકી દોરીઓ વડે બાંધી કતલખાને લઈ જવાન ઈરાદે આંતર રાજ્યમાં હેરાફેરી કરતા મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૪નાં રોજ ટેલીફોનીક બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના ડોલારા ગામ થઈ ખેખડા થઈ નવાપુર તરફ કેટલાક ઈસમો પીકઅપ ટેમ્પોમાં ગાય અને વાછરડાને ગેરકાયદેસર રીતે ભરી કતલખાને લઈ જાય છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ડોલારા ગામની સીમમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જોઈ પોલીસે ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો નહિ રાખી ડોલારા ગામનો પુલ પસાર કરી હનુમંતિયા ગામ તરફ તેનો ટેમ્પો વાળી દીધો હતો અને ટેમ્પો ચાલક અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો.


ત્યારબાદ પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ગુજરાતમાંથી અન્ય કોઈપણ રાજ્યમાં પશુઓની હેરાફેરી નિકાસ/મોકલવા પર પ્રતિબંધ હોવા છતાં ટેમ્પોમાં પશુને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે, પાણીની વ્યવસ્થા અને તેઓને ઉભા રહેવા માટે તળિયે માટી પણ નહિ રાખી તથા પશુઓના પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહિ રાખી અતિ ક્રુરતા પૂર્વક ખીંચોખીંચ ભરી કતલ કરવાના ઈરાદે વાછરડા ૮ નંગ અને વચરાડી વાછરડી બે નંગ મળી કુલ ૧૦ પશુઓને ટૂંકી દોરીઓ વડે બાંધી કતલખાને લઈ જવાન ઈરાદે આંતર રાજ્યમાં હેરાફેરી કરતા ટેમ્પોમાંથી કુલ ૧૦ પશુઓ મળી આવ્યા હતા. આમ, પોલીસે ૧૦ વાછરડા જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ અને ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- રૂપિયા મળી કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ ઘટના સ્થળ ઉપરથી ભાગી છુટેલ ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application