મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુહારી ગામના સડક ફળીયામાંથી પસાર થતો વાલોડ-બુહારી રોડ પર બોલેરો ગાડીના ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબા, વાલોડનાં બુહારી ગામનાં સડક ફળિયામાં રહેતા શાંતુભાઈ મગનભાઈ હળપતિ (ઉ.વ.60)નાઓ ગત તારીખ 07/03/2025 નારોજ સાંજના સમયે બુહારી સર્કલ તરફથી બુહારી સડક ફળીયા ખાતે ઘરે આવવા માટી નીકળ્યા હતા.
તે દરમિયાન બુહારી સડક ફળીયામાં વાલોડ-બુહારી રોડ પરના વૃંદાવન કોમ્પ્લેક્ષ નજીક આવ્યા હતા. તે સમયે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ/17/BA/0436ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી શાંતુભાઈને ટક્કર અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં શાંતુભાઈને મોઢાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી શાંતુભાઈને સારવાર માટે નવી સીવીલ હોસ્પીટલ સુરત ખાતે ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન તેમનું તારીખ 14/03/2025 નારોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે નરેશભાઈ શાંતુભાઈ રાઠોડએ તારીખ 23/03/2025 નારોજ બોલેર ગાડીનાં ચાલક વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application